<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ભુજમાં ટેલિસ્કોપ દ્વારા સુપરમૂન નિહાળવાનો અવસર: તમામ વય જૂથના લોકો નિહાળી શકશે

ટેલિસ્કોપ દ્વારા આકાશના વિવિધ ખગોળીય પદાર્થો — જેમ કે ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે — નિહાળી શકશે તથા તેના વિશે રસપ્રદ માહિતી પણ જાણી શકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગૂજકોસ્ટ)ની સંલગ્ન સંસ્થા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ તથા કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા આવતીકાલે તારીખ 5/11/25 બુધવાર ના રોજ સુપર મુન નિમિતે સાંજે 6.30 કલાક થી “ગગન દર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવયું છે.

આ કાર્યક્રમમાં લોકો રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ભારતની સૌથી મોટી અને પ્રથમ પબ્લિક સ્પેસ ઓબઝવેટ્રીના ટેલિસ્કોપ દ્વારા આકાશના વિવિધ ખગોળીય પદાર્થો — જેમ કે ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરે — નિહાળી શકશે તથા તેના વિશે રસપ્રદ માહિતી પણ જાણી શકશે. આ ગગન દર્શન કાર્યક્રમમાં બધી વય ના લોકો ભાગ લઈ શકસે  આકાશ નિરીક્ષણ હવામાનની પરિસ્થિતિ ને આધીન રહેશે.

આ વિશે વધુ માહિતી માટે મોબાઈલ  70439 24605 પર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:07 PM IST)