News of Tuesday, 4th November 2025
જી.જી. હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે પાકિર્ંગ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સગવડો અંગે સમીક્ષા

જામનગરતા. ૪ : ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ -ોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા બ્ભ્ઝ એરિયામાં તબક્કાવાર શિફિં્ટગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કમિશ્નરશ્રી દ્વારા જાહેર જનતાને શિફિં્ટગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. જાહેર જનતાના લાભાર્થે, જ્યારે OPD વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી ર્પાકિંગ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ર્પાકિંગ વ્યવસ્થા માટે કોલેજ કમ્પાઉન્ડની દિવાલની બહારનો વિસ્તાર તૈયાર કરવા માટેનું જાત નિરીક્ષણ કરીને તેની દરખાસ્તો તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીને સાદર કરવામાં આવી છે. આ તમામ વિસ્તાર યોગ્ય ર્પાકિંગ અને અન્ય જરૂરી સગવડો સાથે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેની બ્ભ્ઝ ને નવા બનાવેલા અત્યાધુનિક બાંધકામમાં શિફ્ટ કરવાની થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
