તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
પૂર્વ કચ્છ ચાર તાલુકામાં ૨૦૦૦ કેમેરા રાખશે નજર : ૧૭૭ ગામો તથા સરહદી વિસ્તાર સીસીટીવીથી સંપૂર્ણ સજ્જ
હવે બાકી ૧૧૭ ગામોમાં ૧૨૦૦ કેમેરા લગાવવાનું કામ શરૂ, ડીએસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઈન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: પૂર્વ કચ્છ પોલીસ વિભાગની અપીલ અને સહયોગ તેમજ ગ્રામપંચાયતો, સ્થાનિક દાતાઓ તેમજ આસપાસની કંપનીઓના સીએસઆર ફંડમાંથી પૂર્વ કચ્છમાં આવેલા ૨૯૪ ગામડાઓ પૈકી ૧૭૭ ગામો ૨૦૦૦ હાઈટેક સીસી ટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. તો બાકી રહેતા ૧૧૭ ગામોમાં ૧,૨૦૦ સીસી ટીવી કેમેરા લગાડવાનુ કામ ચાલી રહ્યુ છે. પોલીસવડા સાગર બાગમારે આગામી બે મહિનામાં પુર્વ કચ્છ ૧૦૦ ટકા સીસી ટીવી કેમેરાથી સજ્જ થાય તેવું પ્લાનિંગ છે તેમ જણાવી ‘સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઈન' અંતર્ગત સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, લૂંટ, હત્યા, ચોરી સહિતની ઘટનાઓમાં ભેદ ઉકેલવામાં સીસી ટીવી કેમેરાનો સિંહ ફાળો રહ્યો છે. આવી ગંભીર ઘટનાઓમાં સીસી ટીવી કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થયો છે ત્યારે જિલ્લાની સુરક્ષા વધારવા માટે પૂર્વ કચ્છ પોલીસે એક મહત્ત્વકાંક્ષી ‘સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇનઁ શરૂ કર્યું છે. લોકભાગીદારીથી પૂર્વ કચ્છના ૨૯૪ ગામોમાં સીસીટીવી
કેમેરા લગાવવાનું આયોજન કરાયું હતું. જેમાં અત્યાર સુધી ૧૭૭ ગામડાઓ સંપુર્ણ સીસી ટીવી કેમેરાથી સજ્જ થઈ જતાં ૬૦ ટકા ગામોમાં અભૂતપૂર્વ સફળતા મળી છે.પૂર્વ કચ્છ પોલીસનો ટાર્ગેટ છે કે આગામી બે મહિનામાં કુલ ૪,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને સંપૂર્ણ પૂર્વ કચ્છને સીસીટીવીથી સજ્જ કરી દેવાય તેવું પ્લાનિંગ કરાયું છે.એસપી બાગમારે માહિતી આપી હતી કે, સરહદ પર નાપાક હરકતો અટકાવવા, તેમજ ગ્રામ્ય કક્ષાએ થતી ગુનાખોરીને અટકાવવા અને ગુનાનું ડિટેક્શન વધારવા માટે આ ઝુંબેશ
પોલીસની અપીલને ગ્રામ પંચાયતો અને દાતાઓનો અભૂતપુર્વ સહયોગ પોલીસની અપીલને પગલે લોકો, સલામતી માટે સીસીટીવી કેમેરા અતિ જરૂરી છે
દાતાઓ અને ગ્રામ પંચાયતોએ સારો સહયોગ આપ્યો છે. બોર્ડર વિસ્તારના ગામોમાં જેમ કે ખડીર પોલીસની ૮ ગામો અને નાની વાંઢોમાં ૭૭ કેમેરા બાલાસર પોલીસની હદના ૨૦ ગામોમાં ૨૨૫ કેમેરા સૌથી વધુ સીસીટીવી લગાવાયા છે, જેમાં હાઈટેક કેમેરાનો પણ સમાવેશ થાય છે.
અસામાજિકતત્વો હત્યા, ચોરી કે લૂંટ જેવી ગંભીર ઘટનાઓને અંજામ હદના આપે છે પરંતુ જો દરેક સોસાયટી, ઘર કે ગામડાઓની મુખ્ય જગ્યાઓ , પર સીસી ટીવી કેમેરા લગાવી દેવાય તો કદાચ આવા બનાવ બને તો પણ પોલીસને તાત્કાલિક આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા રહે અને આવા બનાવોને અંજામ આપતા તત્વોમાં પણ ભય રહે તેમ ખ્ફભ્ય્ જણાવી દરેક લોકો જાગળત થઇ જિલ્લાને સલામત બનાવવા સીસી ટીવી કેમેરા લગાવે તેવી અપીલ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર એ કરી હતી.
ચોરીના બનાવોના પગલે મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં ખાસ અપીલ
પૂર્વ કચ્છમાં દર વર્ષે મંદિર કે ધાર્મિક સ્થાનોમાંથી ચોરીના બનાવો સામે આવતા રહે છે. સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરોને તસ્કરો અને અનિચ્છનીય વ્યક્તિઓ નિશાન ન બનાવે તે માટે ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. (તસ્વીરોઃ મુકેશ રાજગોર, રાપર)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
