News of Tuesday, 4th November 2025
કચ્છમાં શિયાળે ચોમાસું બેઠું: અંજારમાં ૩ ઇંચ, રાપર, ભચાઉ સહિત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ :દાડમ સહિતના બાગાયતી પાકો સહિત ચોમાસું વાવેતરનું ધોવાણ, ખેડૂતો પાયમાલ
કારતક મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંય છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ : બાગાયતી પાક ઉપરાંત ચોમાસું પાક પણ ધોવાઈ જતાં ખેડૂતોની દશા માઠી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : સમગ્ર કચ્છમાં હાલ ભર શિયાળે ચોમાસું બેઠું હોય એવી સ્થિતિ છે. છેલ્લા એક અઠવાડિયાથી કારતક મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંય છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ છે. અંજારમાં ત્રણ ઇંચ વરસાદ સાથે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો પૂર્વ કચ્છના ભચાઉ, રાપર વિસ્તારમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા સાથે છૂટો છવાયો અડધા થી એક ઇંચ વરસાદ છે. જ્યારે ભુજ, નખત્રાણા, મુન્દ્રા, માંડવી સહિત પશ્ચિમ કચ્છમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે ઝરમર ઝરમર છાંટણા છે. જોકે, શિયાળે જ્યારે પાક લેવાના સમયે કમોસમી માવઠા એ કચ્છના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. બાગાયતી પાક ઉપરાંત ચોમાસું પાક પણ ધોવાઈ જતાં ખેડૂતોની દશા માઠી છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
