તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
હૃદયદ્રાવક ગોઝારો અકસ્માત: મોરબીના લાલપર નજીક સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ, બે ડમ્પર વચ્ચે કચડાતા મહિલાનું મોત
રાવલ પરિવારનો કાર અકસ્માત: ધારાબેન રાવલનું કરૂણ મૃત્યુ; પતિ અને બાળકનો ચમત્કારિક બચાવ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો

મોરબી: મોરબીના લાલપર નજીક આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે ડમ્પર વચ્ચે આવી જતાં એક સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ અને બાળકનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તરફથી રાવલ પરિવાર (કાર નંબર GJ 36 AC 9413) સ્વિફ્ટ કારમાં મોરબી તરફ આવી રહ્યો હતો. લાલપર નજીક ગોલ્ડ સિરામિકની સામે પહોંચતા જ આ કાર બે ડમ્પર વચ્ચેની ટક્કરમાં આવી ગઈ હતી, જેના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ હતી.
કારમાં સંજયભાઈ રાવલ, તેમના પત્ની ધારાબેન સંજયભાઈ રાવલ અને તેમનું બાળક સવાર હતા. અકસ્માતમાં ધારાબેન રાવલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સદનસીબે, સંજયભાઈ રાવલ અને તેમના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
આ ત્રિપલ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. એક જ ક્ષણમાં રાવલ પરિવાર પર ત્રાટકેલી આ આફતને કારણે સમગ્ર પરિવારમાં અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
