News of Friday, 31st October 2025
કચ્છના રાપરમાં ચાલતી વખતે પડી જતાં માનસીંગભાઇનું મોત
મજૂરીએથી ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૧: કચ્છના રાપરમાં રહેતાં માનસીંગભાઇ સવાભાઇ ઓગણીયા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ ૨૭મીએ સાંજે મજૂરીએથી ઘર તરફ જતાં હતાં ત્યારે પરાગપર ચોકડી નજીક ઘર પાસે ચાલતાં ચાલતાં પડી જતાં ઇજા થતાં રાપર, ભુજ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું આજે વહેલી સવારે મોત થયું છે.
મૃત્યુ પામનાર પાંચ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા અને ત્રણ દિકરી છે. બનાવની પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ રાપર પોલીસને જાણ કરી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
