<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગોંડલમાં ભરૂડી અને પાટણવાવના વાળોદર ગામેથી બોગસ ડોકટરો પકડાયાઃ એસઓજીના દરોડા

ગોંડલના બીપીન દોંગા અને જુનાગઢના ધવલ બગથરીયાની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ બોગસ ડોકટરો અને મેડીકલની સાધન સામગ્રી નજરે પડે છે.

રાજકોટ તા. ૩૧ :.. ગોંડલના ભરૂડી અને પાટણાવાવના વાળોદર ગામે રૂરલ એસઓજીએ દરોડા પાડી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતા બે બોગસ ડોકટરોને ઝડપી લીધા હતાં. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇ. પી. બી. મિશ્રા, સુચના મુજબ એસ. ઓ. જી. શાખાના સ્‍ટાફ ગોંડલ તાલુકા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન વિપુલભાઇ ગોહીલઘ, શીવરાજભાઇ ખાચર, અનિરૂધ્‍ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા સંયુકત રીતે મળેલ હકિકત આધારે જથ્‍થો જેની કિં. ૬૭,૮૧ર સાથે ઝડપી પાડી ગોંડલ તાલુકા પો. સ્‍ટે. ખાતે ગુન્‍હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી બીપીન લખમણભાઇ દોંગા રહે. ગોંડલ ગુંદાળા રોડ કનૈયા પાન વાળી શેરી રામકૃષ્‍ણનગર તા. ગોંડલ કોઇ મેડીકલ ડીગ્રી વગર તબીબની પ્રેકટીસ કરતો હતો અને તેમણે ધો. ૧૧ સુધી અભ્‍યાસ કર્યો હોવાનું ખુલ્‍યું છે.

તેમજ  એસ.ઓ.જી. શાખાના સ્‍ટાફ પાટણવાવ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ. પરબતભાઇ શામળા તથા વિરરાજભાઇ ધાધલ તથા પો.કોન્‍સ. કલ્‍પેશભાઇ કોઠીવાર નાઓને સંયુકત રીતે ખાનગીરાહેમળેલ કે, જે હકિકત આધારે શ્રીજી કલીનીક ચલાવતા ધવલ વિનોદભાઇ બગથરીયા રહે. જુનાગઢ વાળાના કબ્‍જામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્‍થો જેની કિ.રૂ.૫૨,૫૦૯/- સાથે ઝડપી પાડી પાટણવાવ પો.સ્‍ટે. ખાતે ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ. પકડાયેલ આરોપી ધવલ વિનોદભાઇ બગથરીયા  જુનાગઢ, ઝાઝરડા રોડ, ઝીયો માર્ટની સામે તા.જી.જુનાગઢએ બીએસસી સુધીનો અભ્‍યાસ કર્યો હોવાનું અને કોઇપણ ડીગ્રી વગર લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરી તબીબી પ્રેકટીસ કરતો હોવાનું પોલીસે જણાવ્‍યું હતું. આ કાર્યવાહી  એસ.ઓ.જી. શાખાના   એ.એસ.આઇ. પરબતભાઇ શામળા,  વિપુલભાઇ ગુજરાતી તથા વિરરાજભાઇ ધાધલ તથા પો.હેડ.કોન્‍સ. શીવરાજભાઈ ખાચર,  પ્રહલાદસિંહ રાઠોડ,  વિજયભાઇ વેગડ, તથા મયુરભાઇ વિરડા,  ચંદુભાઇ પલાળીયા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા  તથા નૈમીષભાઇ મહેતા પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી,  હિંમતસિંહ પાલ તથા રામદેવસિંહ ઝાલા, નવદિપભાઇ બાબરીયા,  વિપુલભાઇ ગોહિલ, કલ્‍પેશભાઈ કોઠીવાર,  ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા દ્રારા કરવામાં આવેલ છે. 

(11:32 AM IST)