<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

મોરબી નજરબાગ પાસે મોટરસાઇકલ અકસ્‍માતમાં ચોરડીના ચંદ્રકુમારનું મોત

ભડીયાદ કંપનીમાંથી નોકરી પુર કરી બાઇક હંકારી ઘરે જતી વખતે બનાવઃ રાજકોટમાં મૃત્‍યુ

 

 

રાજકોટ તા. ૩૧: મોરબીના નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન પાસે વાહન અકસ્‍માતમાં હાલ મોરબીના ચોરડી ગામે રહેતાં પરપ્રાંતિય યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. ભડીયાદની કંપનીમાં નોકરી પુરી કરી ચોરડી જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોરડીમાં રહેતો ચંદ્રકુમાર મદનભાઇ ચોૈધરી (ઉ.વ.૪૦) ૨૮મીએ રાતે સાડા નવેક વાગ્‍યે હોન્‍ડા બાઇક હંકારીને ભડીયાદની કંપનીથી નોકરી પુરી કરી ચોરડી ગામે આવી રહ્યો હતો ત્‍યારે  મોરબી નજરબાગ રેલ્‍વે સ્‍ટેશન પાસે અકસ્‍માત નડતાં વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ચંદ્રકુમાર બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. તે ભડીયાદની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હોઇ ત્‍યાંથી ઘરે જતી વખતે બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી. (૧૪.૫)

(10:52 AM IST)