<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાત્રે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો : ગોંડલ- વીરપુર- જેતપુર તેમજ કુવાડવા અને ચોટીલા સુધી ધીમીધારે વરસાદ

સાંજથી જ વાદળોની જમાવટ વચ્ચે હેમાળુ વાતાવરણ : ચોમાસુ અને શિયાળાની ઋતુ એકસાથે હોય તેવો માહોલ

રાજકોટ :  ગુજરાતના મોટા ભાગોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. હાલમાં સક્રિય થયેલી સિસ્ટમ્સને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે,દરમિયાન આજે રાત્રે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, 

રાજકોટમાં રાત્રે આઠ વાયા આસપાસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે,, સાંજથી ઘટાટોપ વાદળો વચ્ચે હેમાળુ વાતાવરણ સર્જાયું હતું અને રાત્રે ધીમીધારે વરસાદ વરસતા ઠંડીનો ચમકારો જોવાઈ રહયો છે,, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ધીમીધારે વરસાદના હેવાલ મળે છે ,રાજકોટ ઉપરાંત ગોંડલ-વીરપુર અને જેતપુર સુધી ધીમીધારે વરસાદ વરસી રહયો છે, બીજીતરફ કુવાડવા અને ચોટીલા સુધી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે 

સાંજથી જ વાદળોની જમાવટ વચ્ચે હેમાળુ વાતાવરણ સર્જાયું છે, ચોમાસુ અને શિયાળાની ઋતુ એકસાથે હોય તેવો માહોલ  જોવા મળે છે 


 

(10:12 PM IST)