<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠકકરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

જામનગર જિલ્લાના મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ આગામી તા.૪ નવેમ્બરથી શરૂ થશે : મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ તા.૭-૨-૨૦૨૬ સુધી ચાલશે

જામનગર :ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭-૧૦-૨૦૨૫ના પત્રથી તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮-૧૦-૨૦૨૫થી તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. 
મતદાર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠકકરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. અને તેઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લામાં આગામી તા.૭-૨-૨૦૨૫ સુધી ચાલનાર આ કાર્યક્રમની સમયસૂચિ આ મુજબ છે.
તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા.૦૪-૧૨-૨૦૨૫સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ
તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુદ્દા મતદારયાદીની તૈયારી
તા.૦૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ
તા.૦૯-૧૨-૨૦૨૫થી તા.૦૮-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા.૦૯-૧૨-૨૦૨૫થી ૩૧-૦૧-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો.
તા.૦૩-૦૨-૨૦૨૬ના મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી. 
તથા ૦૭-૦૨-૨૦૨૬ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદારયાદીના આધારે એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે તો BLO દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.
જામનગર જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in  પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે. તેમ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:44 PM IST)