તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Thursday, 30th October 2025
અમરેલીની ચલાલા નગરપાલિકામાં ભાજપમાં મોટો ભડકો : :પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર
નગરપાલિકાના કુલ 24 સદસ્યોમાંથી 20 સદસ્યો દ્વારા અવિશ્વાસ મુકતા રાજકારણમાં ખળભળાટ મચ્યો

અમરેલીની ચલાલા નગરપાલિકામાં ફરીવાર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ છે. કુલ 24 નગરપાલિકા સદસ્યમાંથી 20 સદસ્યો દ્વારા અવિશ્વાસ મુકતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ધારાસભ્ય જે વી કાકડીયાના ચલાલા હોમ ટાઉનમાં આવેલ નગરપાલિકામા ધમાસાણ ચાલી રહી છે. પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવીયા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત બહુમતીએ પસાર થઈ છે. ભ્રષ્ટાચાર, વહીવટી અજ્ઞાન, સંકલનનો અભાવ, વાણી વર્તન જેવા ગંભીર આક્ષેપો કર્યા છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
