<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ: જાફરાબાદ. રાજુલા, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ ખાબક્યો

ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો કેર: . મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર માવઠું

અમરેલી જિલ્લામાં દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા શહેર, અમરેલી શહેર, જાફરાબાદ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભા તાલુકાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદનો કેર જોવા મળ્યો છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર માવઠું પડી શકે છે.  જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે જ કમોસમી વરસાદે ધબધબાટી બોલાવતા લોકોની મુશ્કેલી વધી છે. ખાસ તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની માઠી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

(1:35 PM IST)