<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

વરસાદની આગાહી વચ્‍ચે જુનાગઢ સહિત સોરઠમાં તોફાની પવન

ગમે તે સ્‍થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડ પર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: વરસાદની આગાહી વચ્‍ચે જુનાગઢ સહિત સોરઠમાં તોફાની પવન ફૂંકાતા જનજીવનને ભારે અસર થઈ છે.

મોનથા વાવાઝોડું નબળું પડીને દીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે છતાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે છેલ્લા બે દિવસથી ફૂંકાતા પવનને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં ગઈકાલથી પવને માઝા મૂકી છે. આખી રાત્રે પવન ફૂંકાયો હતો. આજે પણ સવારથી પવન ફૂંકાતા વરસાદનું જોર ઘટયું છે પરંતુ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

(1:10 PM IST)