તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ડીપ્રેસન બની સતત આઠમા દિવસે પણ ઘુમરાઇ રહી છે
કૃષિ પાક ધિરાણ અરબ સાગરની સીસ્ટમનું આયુષ્ય તો ઘણું લાંબુ રહ્યું ! ગુજરાતની સાવ નજીક આવી કેવી ત્રાટકશે ? ડીપ ડીપ્રેશન પછી નવું વાવાઝોડ બનશે ? આવી ભીતિ સતત ફેલાવી રહી છે આ સીસ્ટમ માફ કરવાની પણ બિલિયાના પૂર્વ સરપંચની માંગ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૩૦ : અરબ સાગરમાં આમ તો છેલ્લા દસ-બાર દિવસોથી આ સીસ્ટમ ધુમરાઇ રહી છે અને અરબ સારગના મધ્યે પહોંચી છે પણ આ સીસ્ટસ ડીપ્રેસન કેટેગરીએ વિતેલી રરમી ઓકટોબરે પહોંચી હતી અને ત્યારથી આ સીસ્ટમ ગુજરાતથી નજીક આવે છે દૂર જાય છે અને વળી નજીક આવે છે સતત આઠ દિવસોથી તેનો ટ્રેક સતત બદલાતો રહ્યો છે. આヘર્ય એ વાતનું છે કે ડીપ્રેસન કેટેગરીએ કોઇપણ સીસ્ટમ આટલું લાંબુ ટકી ન શકે. કાં તો નબળી પડી જઇ તેનો દરિયામાં જ વીલય થઇ જાય અથવા ડીપ્રેસનમાંથી ડીપ્રેસન પછી વાવાઝોડું બની કયાંક લેન્ડફોલ કર્યા બાદ તેનો વિલય થતો હોય છે. જેમ કે બે દિ'પહેલા ‘મોન્થા' નો વીલય થયો.
વળી આ ડીપ્રેસન સીસ્ટમ બની ખુબી એ જોવા મળી રહી છે કે, આટલા લાંબા આયુષ્ય બાદ પણ તે હવે કઇ દિશામાં ફંટાશે ? સીસ્ટમ વધુ આકરી કેટેગરી એ શું પરિવર્તિત થશે ? હવે ગુજરાત નજક આવશે તો અહીં માવધનો માહોલ કેવો વ્યાપક રહેશે ? આવી દ્વિધા-અસમંજસ-ભય ફેલાવવામાં અરબ સાગરની આ સીસ્ટમ સક્ષમ અને સફળ રહી છે.
હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિ' માટે આ કારણે જ ગુજરાતને ઓરેન્જ એલર્ટમાં મુકેલુ છે. (૯.૧૭)
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
