તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
જામનગરમાં જલારામનગર ખાતે લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજનના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમા પૂ.જલારામબાપાની જન્મ જયંતી નિમિત્તે માસ્તન (બ્રહ્મ) ભોજન

જામનગરઃ જામનગરના પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડની બાજુમાં આવેલ પ્રણામી સંપ્રદાયની વાડીમાં ઊભા કરાયેલા જલારામનગર ખાતે લોહાણા મહાજન દ્વારા પૂ.જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે માસ્તન (બ્રહ્મ ) ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોહાણા મહાજનના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓ અને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અગ્રણીઓએ જલારામ બાપાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે લોહાણા મહાજન સમાજ માટે થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
