<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

મોરબીમાં રફાળેશ્વર પાસે અકસ્‍માતમાં બે યુવાનોના મોત અંગે ટ્રક ચાલક સામે ગુન્‍હો નોંધાયો

પાવડીયારી કેનાલ પાસે બે યુવકના મોત નિપજાવનાર ડમ્‍પર ચાલક સામે ફરીયાદઃ ચાર રીક્ષાને ઉલાળી ૩ ને ઇજા પહોંચાડી! તી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩૦: મોરબીના રફાળેશ્વર પાસે અકસ્‍માતમાાં બે યુવાનોના મોત અને પાવડીયારી કેનાલ પાસે બે યુવાનોના અકસ્‍માતમાં મોત અંગે પોલીસમાં ફરીયાદો થઇ છે.

 પ્રથમ બનાવમાં  મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા. ૧૫ના રોજ શંકરભાઈ તેમજ કરણસિંગ નામના યુવાન પોતાના એમપી - ૪૫ - ઝેડએફ - ૯૬૨૯ નંબરના બાઈક ઉપર રફાળેશ્વર ચોકડીથી પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્‍યારે ટ્રક નંબર જીજે -૦૩ - બીવાય - ૮૪૩૧ ના ચાલકે જાંબુડિયા ઓવર બ્રિજ નજીક સર્વિસ રોડ ઉપર હડફેટે લઈ અકસ્‍માત સર્જતાં બન્નેના મળત્‍યુ નિપજ્‍યા હતા. બનાવ અંગે મોરબીની મહેન્‍દ્રનગર ચોકડી પાસે એકતા નગરમાં રહેતા મનીષભાઈ દિતિયાભાઈ ગોયલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ગત તા.૨૧ના રોજ બપોરના સમયે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક જીજે - ૨૩ - એક્‍સ - ૧૦૯૪ નંબરના ડમ્‍પર ટ્રક ચાલકે સ્‍ટુયરિંગ પરનો કાબૂ ગુમાવી અકસ્‍માતની હારમાળા સર્જી હતી. ડમ્‍પર ચાલક બેકાબુ બની માર્કેટમાં માતેલા સાંઢની જેમ ધસી આવતા ફરિયાદી ઈમરાનશા અહેમદશા શાહમદાર, રહે. વાવડી રોડ ગણેશનગર સોસાયટી, મોરબી વાળાની રીક્ષાને હડફેટે લઈ રિક્ષાનો બુકડો બોલાવી દેવાની સાથે અન્‍ય ત્રણ રીક્ષાનો કચ્‍ચરઘાણ કાઢી નાખ્‍યો હતો. આ ઉપરાંત ડમ્‍પર ચાલકે રોડની સાઈડમાં ઉભેલ રાહદારી મનોજ ધનેશ્વર ગોપ તથા સુનિલ ગુમાનસીંગ અમલીયારને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજા પહોંચાળી મોત નિપજાવ્‍યુ હતું અને સાહેદ સાહીલ મેમણ, હુશેન મુલતાની તથા રાજેશ સુનિલભાઈ નામના બાળકને શરીરે ગંભીર ઇજા પહોંચાડી પોતાનો ટ્રક મુકી નાશી ગયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ડમ્‍પર ચાલક વિરુદ્ધ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે. (૩.૮)

(12:16 PM IST)