<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

પોરબંદરની મુલાકાતે ત્રિુપરાના ૪ ધારાસભ્‍યો તથા ૧૧ સભ્‍યોનું પ્રતિનિધિ મંડળ આવ્‍યું

કીર્તીમંદિરે પુષ્‍પાંજલી અર્પીઃ સુદામા મંદિરે દર્શન કરીને સ્‍થાપત્‍ય અને ઇતિહાસની જાણકારી મેળવી

પોરબંદર, તા. ૩૦: ત્રિપુરાના ચાર ધારાસભ્‍યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્‍યોનું પ્રતિનિધિ મંડળ આગામી તા. ૩૧ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્‍વયે ગઇકાલે પોરબંદર ખાતે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના જન્‍મસ્‍થળ કીર્તિમંદિરની મુલાકાત કરી હતી.

કીર્તિમંદિરે ત્રિપુરાના પ્રતિનિધિ મંડળનું સૂતરની આંટી પહેરાવી સ્‍વાગત કરાયું હતું. ત્રિપુરાના ધારાસભ્‍ય સર્વે  સ્‍વપ્ના દેબબર્મા,  માનબ દેબબર્મા,રામુ દાસ અને શ્રી નયન સરકાર સહિતના કુલ ૧૧ સભ્‍યોએ ગાંધીજીના જન્‍મસ્‍થળની મુલાકાત લઈ સત્‍ય અને અહિંસાના સિદ્ધાંતોને આત્‍મસાત કરીને ભાવભીના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતીમાં કીર્તિમંદિરે ગાંધી જ્‍યંતીના દિવસે લોકાર્પણ કરેલ માહિતી સભર કયુઆર કોડ સ્‍કેન કરીને સ્‍થાપત્‍ય અને ઈતિહાસની ઝાંખી મેળવી હતી.

પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીના જન્‍મસ્‍થળની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળે કળષ્‍ણ સખા સુદામાજીના મંદિરની પણ મુલાકાત લઈ ધન્‍યતા અનુભવી હતી. મંદિર પરીસરમાં આવેલ લખચોરાસી પરીક્રમાંના  દર્શન કર્યા હતા.

ત્રિપુરાના પ્રતિનિધી મંડળે પોરબંદર જિલ્લાની વિવિધ મુલાકાતો દરમ્‍યાન પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની નોંધ લીધી હતી. આ મુલાકાત દરમ્‍યાન  શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા  હાજર રહ્યા હતા. કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા અહીં ઉપલબ્‍ધ સુવિધાઓ અને પ્રવાસીની મુલાકાતો અંગેની માહિતીથી પણ વાકેફ થયા હતા. 

(12:12 PM IST)