<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ધાતરવાડી નદીમાં ડૂબેલા ચાર પૈકી હજુ બે યુવાનો લાપતા

રાજુલાઃ તા.૩૦, રાજુલાના ધારેશ્વર ગામ ધાતરવાડી નદીમાં ગઈકાલે ૪ યુવકો ડૂબ્‍યા હતા  જેમાં  ૩ સગ્‍ગા ભાઈઓ અને એક બનેવી સહિત ચાર યુવકો નાહવા પડતા ડૂબ્‍યા હતાં

૪ યુવકો પૈકી ભારે મહેનત અને  શોધખોળ બાદ મેરાભાઇ ખીમાભાઇ પરમાર ઉંમર વર્ષ ૩૦ અને પિન્‍ટુભાઈ પાછાભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૩૫ નો મળતદેહ મળી આવેલ છે જો કે, NDRF, કોસ્‍ટગાર્ડ, ફાયર વિભાગ, મામલતદાર રેસકયું ટીમ સહિત સ્‍થાનિક તરવૈયાની ટીમ દ્વારા સતત નદીમાં શોધખોળ શરૂ છે.  હજુ બે યુવાનો લાપતા છે તેઓ ને શોધવા તંત્ર  મહેનત કરી રહ્યું છે.

રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્‍કેલી પડી રહી છે.

આ ધટના પગલે બર્બટાણા ગામ સહિત રાજુલા શહેર અને આસપાસના ગામોમાં  શોકમય માહોલ છવાયો છે. 

(12:03 PM IST)