<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ભાવનગરના ગૌતમેશ્વર તળાવના બે દરવાજા ખોલાયા : નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા

રાજુલા અને જાફરાબાદમાં માવઠું :. પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો :દરિયા કાંઠાના વિસ્તારમાં સતત વરસાદ

ભાવનગરના સિહોરના ગૌતમેશ્વર તળાવના દરવાજા ખોલાયા છે. પાણીની સતત આવકને પગલે તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે 

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં માવઠું થયું છે. પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

 

(11:37 PM IST)