<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

રાજુલાના નવા અગરિયા ગામની સીમમાં વીજળી પડતાં એક શ્રમિકને ઈજા

શ્રમિકને 108 મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

અમરેલીના રાજુલાના નવા અગરિયા ગામની સીમમાં વીજળી પડતાં એક શ્રમિકને ઈજા પહોંચી હતી. શ્રમિકને 108 મારફતે રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રાજુલા જાફરાબાદ પંથકમા ભારે કડાકા સાથે વીજળી પડી હતી.  

અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. 

(11:28 PM IST)