<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ભાવનગરમાં ખેડૂતવાસ બહાર બહુચર માતાજીના મંદિર પાસે 45 ગેરકાયદેસર દબાણો હટાવાયા

દુકાન,ઓરડી,ચોકડી,બાથરૂમ, ફેન્સીંગ તેમજ ઓટલા અને કાચા પાકા 45થી વધુ દબાણો હટાવવામાં આવ્યા

ભાવનગર શહેરમાં દબાણ હટાવ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. શહેરના ખેડૂતવાસ બહાર બહુચર માતાજીના મંદિર પાસે થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મંજૂર થયેલા રોડ પર થયેલા અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા. દુકાન,ઓરડી,ચોકડી,બાથરૂમ, ફેન્સીંગ તેમજ ઓટલા અને કાચા પાકા 45થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતાં

(10:27 PM IST)