તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
ધોરાજી માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી
સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે ,પૂજન અર્ચન મહાપ્રસાદ સહિતના ભવ્ય ધાર્મીક કાર્યકમનૂ ભવ્ય આયોજન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી
ધોરાજીમાં સમસ્ત લોહાણા સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલધાચોરા ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને બાપુના બાવલા ચોક ખાતેથી થઈને જુનાગઢ રોડ લોહાણા સમાજની વાડી ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી
ધોરાજી લોહાણા સમાજ જલારામ મંદિર ખાતે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ,પૂજન અર્ચન મહાપ્રસાદ સહિતના ભવ્ય ધાર્મીક કાર્યકમનૂ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
