તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
ચિતલ અને જસવંતગઢની લાતી બજારમાં સિંહે લટાર મારીઃ પશુનું મારણ પણ કર્યુ!

(હર્ષદ ત્રિવેદી દ્વારા) ચિતલ તા. ર૮ :.. નવા વર્ષના દિવસોમાં જુના વડલોને યાદ છે. ત્યાં સુધી ઘણા વર્ષોથી કથીપકથિત અફવાઓને બાદ કરતા આજ સુધી સિંહ જાહેરમં લટાર મારતો કદિ જોવા મળ્યો નથી. ત્યારે શનિવારની મધ્ય રાત્રી ૧ થી ર વાગ્યાના સુમારે લાતી બજારની ‘ધામી' ની લાતી બાજાુના જ રોડ ઉપર ‘સિંહ' આંટા મારતો જોવા મળ્યો વાત.
ફેલાતા જોત જોતમાં ઘર આંગણે ‘સિંહ દર્શન' નો લાભ લેવા-કૂતુહલ અને ભય સાથે લોકો ઉમટી પડયા અને ફોટો, વિડીયો પણ ઉતારી લીધા.
બીજે દિ' રવિવારે પણ એજ સિંહ ત્યાંથી આગળ અમરેલી રોડ ઉપર રાત્રીના ૧૦ થી ૧૧ ના ગળામાં મારણ કર્યાની જાણ થતા ફરી - નાગબાઇ માના મંદિર પાસેના ખાલી રોડ ઉપર મારણના અવશો મળ્યા અને રોડ પર પીકનીક જેવા દ્રશ્યો સર્જાયા.
વન વિભાગ પણ મોડેથી જાણ થતા આવી ગયેલ આર.એફ.ઓ. શ્રી ગાલાણી દ્વારા લોકોને ટોળામાં એકઠા ન થવા અને ખેડૂતોને વાડી-ખેતરમાં ઇલે. શોર્ટ ન મુકવા અપીલ કરાઇ છે. સામાન્ય રીતે વન્ય પ્રાણી એકરાત ૧ર કલાકમાં આશરો ર૦ થી ૧પ કિ. મી. ઉપરનું અંતર કાપી લેતા હોઇ છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
