<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

મહુવા પંથકમાં ત્રણ દિ'થી વરસાદને કારણે જનજીવન અસ્‍ત વ્‍યસ્‍તઃ ફરી રાત્રીના ત્રણ ઈંચ વરસ્‍યોઃ માલણ ડેમ ઓવરફ્‌લોઃબ ઠેર ઠેર ગોઠણડૂબ પાણી

મહુવા, તા.૨૮: મહુવા પંથકમાં કુદરતનો કહેર અવિરત શરૂ જ હોય તેમ છેલ્લા બે દિવસમાં ૧૪ ઈંચ જેવો વરસાદ વરસ્‍યા બાદ ફરી આજે રાત્રીના ત્રણ ઈંચ ઉપરાંતનો ધીંગો વરસાદ વરસી ગયો હતો. આ કમોસમી માવઠાના લીધે મહુવા પંથકનું જન જીવન અસ્‍ત વ્‍યસ્‍ત થઈ ગયું છે શહેરની મુખ્‍ય બજારોમાં કરફયુ જેવો માહોલ જોવા મળી રહીયો છે બજારો તેમ જ રહેણાંક વિસ્‍તારમાં ઠેર ઠેર હજુ ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહયા છે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠેર ઠેર કાચા મકાનો પડી ગયા છે અમુક ગ્રામ્‍ય વિસ્‍તારોના રસ્‍તા ઓ હજુ પણ મહુવા શહેરથી વિખુટા પડી ગયેલા છે ખેડૂતોના ઉભા પાક કપાસ, તેમજ મગફળીનો સોથ વળી ગયો હતો ડુંગળી તેમ જ અન્‍ય પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્‍યો છે મહુવાના મોટા ખુંટવડા ગામ પાસે આવેલ માલણ ડેમ ઓવરફ્‌લો થયો હતો જેમાં ગઇકાલ સવારે (ચાલીસ) હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ ફરી રાત્રીના (સાઈઠ) હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું. તેવું એક અખબારી યાદીમાં રહીમ આર વસાયા એ જણાવ્‍યું છે. 

(11:05 AM IST)