<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવાયું :દરિયા કાંઠાના વિસ્તારમાં એલર્ટ :તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

દરિયા કાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઈટ હાઉસ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત કાંઠાના વિસ્તારમાં એલર્ટ : તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા આદેશ

અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દરિયા કાંઠાના વિસ્તાર જાફરાબાદ લાઈટ હાઉસ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત કાંઠાના વિસ્તરમાં એલર્ટ કરી તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. તમામ બોટ એસોસિએશન વિભાગના હોદેદારોને લેખિત જાણકરી એલર્ટ કરવામા આવ્યા છે. તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા આદેશ આપવામાં આવ્યો છે.

(7:13 PM IST)