તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
સુરેન્દ્રનગરમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ ઉમટી: માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
લોકોએ કપડા, બુટ-ચપ્પલ, ઘર સુશોભનની વસ્તુઓ, ઈલેક્ટ્રીક, ઈલેક્ટ્રોનિક આઈટમો, કીચન વેર અને ફટાકડા સહિતેની ધુમ ખરીદી કરી

સુરેન્દ્રનગરમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. તેમાંએ સાંજના સમયે તો બજારમાં જાણે કિટિયારૂ ઉભરાયુ હોય તેમ લોકો ખરીદી કરવા પરિવારો બાળકો સાથે ઉમટી પડયાં હતાં. દરેક વસ્તુના ભાવ આસામે પહોંચ્યા હોવાથી મોંઘવારીની હૈયાવરાળ કાઢતા કાઢતા લોકોએ કપડા, બુટ-ચપ્પલ, ઘર સુશોભનની વસ્તુઓ, ઈલેક્ટ્રીક, ઈલેક્ટ્રોનિક આઈટમો, કીચન વેર અને ફટાકડા સહિતેની ધુમ ખરીદી કરી હતી. તેના કારણે બજાર તરફના માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાતા હતાં. જેથી ટ્રાફિક નિયમન માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
, દિવાળીના આગલા દિવસે એટલેકે તહેવાર પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી સુરેન્દ્રનગરની બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે માનવ કિડિયારૂ ઉભરાયું હતું. હેન્ડલુમથી ટાવર અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક અને મલ્હાર ચોક સુધી, તેમજ પતરાવાળી ચોકથી વાડીલાલ ચોક અને વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર કપડા બુટ ચપ્પલ, કટલેરી, ઘર સુશોધનની વસ્તુઓની છેલ્લી ઘડીની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટયુ હતું
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
