તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 19th October 2025
જૂનાગઢમાં પોલીસની પ્રેરક કામગીરી : કેશોદના વૃદ્ધની રિક્ષામાં ભુલાઈ ગયેલી 60 હજાર રોકડ સહિતની થેલી શોધીને પરત કરી
શહેરના ખાનગી અને સરકારી મળી કુલ 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસે બ્લોચવાળામાં રહેતા રિક્ષા ચાલકને શોધી કાઢ્યો. પો

જુનાગઢમાં પોલીસની માનવતાભરી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. દિવાળીની ખરીદી કરવા આવેલા કેશોદના વૃદ્ધ વેપારીની રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા 60 હજાર રોકડ અને કિંમતી માલસામાન ભરેલી થેલી પોલીસે શોધી કાઢી પરત કરી છે. ખરીદી બાદ રિક્ષામાં થેલી ભૂલી ગયાની જાણ થતાં વૃદ્ધે એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો. તાત્કાલિક ટ્રાફિક પોલીસ, એ-ડિવિઝન અને નેત્રમ શાખાએ કાર્યવાહી શરૂ કરી. 15થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને પોલીસે રિક્ષાચાલકને શોધી કાઢ્યો. પોલીસે માનવતા દાખવી રોકડ અને માલસામાન પરત કરતાં વૃદ્ધ વજુભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.
કેશોદના રહેવાસી વજુભાઈ સૂબા જુનાગઢ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી પૂર્ણ કર્યા બાદ તેઓ રિક્ષામાં સવાર થઈ પોતાના કામે નીકળી ગયા, પરંતુ થોડી વારમાં તેમને ખબર પડી કે તેમની થેલી રિક્ષામાં થેલી રહી ગઈ છે. થેલીમાં રૂ.60 હજાર રોકડ રકમ અને કીમતી ખરીદેલો માલ સામાન હતો. વૃદ્ધે તાત્કાલિક જુનાગઢ એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. ટ્રાફિક પોલીસ, એ-ડિવિઝન પોલીસ અને નેત્રમ શાખાએ તાત્કાલિક તપાસ શરૂ કરી.
પોલીસે શહેરના ખાનગી અને સરકારી મળી કુલ 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસે બ્લોચવાળામાં રહેતા રિક્ષા ચાલકને શોધી કાઢ્યો. પોલીસ દ્વારા માનવતાભરી કામગીરી કરતા રિક્ષામાં ભૂલાયેલા રૂપિયા અને માલ સામાન વજુભાઈને પરત અપાયા. વૃદ્ધે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જુનાગઢ પોલીસે ઈમાનદારી અને જનસેવાની ઉમદા મિસાલ ઉભી કરી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
