News of Sunday, 19th October 2025
મોરબી સિવિલ હોસ્પિટલના કાર્યકરો સાથે દીવાનો પ્રકાશ પાથરતી ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી.
સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓની પ્રવૃત્તિને વેગ આપી તેઓને રૂપિયા 13,000 નું અનુદાન આપી આ કોડિયાનું વિતરણ કરાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિપાવલી ના પર્વની પ્રેરણાદાયી ઉજવણી સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી એવી , માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપાવલીના તહેવારમાં હળવદ ખાતે આવેલ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓની પ્રવૃત્તિને વેગ આપી તેઓને રૂપિયા 13,000 નું અનુદાન આપી આ કોડિયા નું સિવિલ હોસ્પિટલના અઢીસો જેટલા સ્ટાફ કાર્યકરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું
આ રીતે ઘરે ઘરે સેવા રૂપી જ્યોત ઉજાગર કરીને પીએમ મોદીના સ્વદેશી અપનાવો ના સૂત્રને વેગવંતુ બનાવ્યું હતું. આ કાર્યક્રમની મોરબી શહેરમાં ખૂબ સારી નોંધ લેવાઈ હતી. તમામ સિવિલ હોસ્પિટલના કાર્યકરોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી .
આ કાર્યક્રમને સફળ બનાવવા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા નો ક્લબએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને આટલી સુંદર રીતે સફળ બનાવવા માટે ક્લબ પ્રેસિડન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ તમામ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
