તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
વઢવાણના ખમીસાણા ગામે વિનોદ સોલંકી પર લોખંડના પાઇપથી હુમલો
રેતીના પ્લાન્ટનું પાણી ઘર તરફ આવતું હોઇ સમજાવવા જતાં રવિ, રામ સહિતનાએ માર માર્યો

રાજકોટ તા. ૧૮: વઢવાણના ખમીસાણા ગામે રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં વિનોદભાઇ ઉકાભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ઉપર તેના જ ગામના રામ, રવિ સહિતના શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયલ છે.
વિનોદભાઇએ કહ્યું હતું કે રામ, રવિ સહિતને મારા ઘર નજીક જ રેતીનો પ્લાન્ટ છે. તેના પ્લાન્ટનું ગંદુ પાણી મારા ઘર સુધી, ફળીયામાં આવી જતું હોઇ આ બાબતે તેને સમજાવવા જતાં બોલાચાલી થઇ હતી. આ બાબતે ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જોરાવરનગર પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
