તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
પડધરીમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા બે સ્ટોલ ધારક સામે ગુનો

રાજકોટ તા.૧૭: દિવાળીના તહેવાર અંતર્ગત પડધરી પોલીસે મેઇન બજારમાં પેટ્રોલીંગ અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ નાખી વેચાણ કરનારા બે વેપારીઓ સામે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના તહેવાર અંતર્ગત જીલ્લામાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવા અંગે રૂરલ એસીપીના જાહેરનામાં અનુસંધાને પડધરી પોલીસ મથકના એ.એસ.આઇ. બી.એમ. જાડેજા તથા હેડકોનન્સ વિરેન્દ્રસિંહ સહિત સ્ટાફ સાથે મેઇન બજારમાં પેટ્રોલીંગ અને ચેકીંગમાં હતા ત્યારે આશાપુરા કોમ્પલેક્ષની સામે લાયસન્સ વગર આશાપુરા ફટાકડા સ્ટોલ નાખી ફટાકડાનું વેચાણ કરનારા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. પારસ સોસાયટી પડધરી) અને દ્વારકાધીશ કોમ્પલેક્ષની સામે લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ નાખી ફટાકડાનું વેચાણ કરતા કરણ કરશનભાઇ ગોલતર (રહે.પડધરી ભરવાડ વાસ) ને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
