તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 12th October 2025
મોરબીમાં HIV/એઈડ્સ અંગે જાગૃતિ લાવવા 5 કિમીની મેરેથોન યોજાઈ.
કોલેજના યુવાઓ અને યુવતીઓ બહોળી સંખ્યામા ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોન બાદ HIV/AIDS અવેસનેશ શેસન તેમજ પ્રથમ, દ્વિતિય, તૃતીય સ્થાન મેળવેલ વીજેતાઓને સર્ટીફીકેટ અને શીલ્ડ વિતરણ કરવામા આવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી તેમજ મોરબી જીલ્લા આરોગ્ય વીભાગનાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો. ધનસુખ અજાણાના સહયોગથી તેમજ દીશા ડાપકુના માર્ગદર્શનથી સમાજમા એચ.આઈ.વી એઈડ્સ રોકથામ તેમજ જન-જાગૃતિ માટે યુવાનોની ભાગેદારી વધે તે હેતુસર આજે મોરબી ઉમીયા સર્કલ ખાતેથી લેક્ષસ બંગ્લો, લેક્ષસ બંગ્લોથી ઉમીયા સર્કલ સુધી 5 કી.મી “રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોન” નુ આયોજન કરવામાં આવ્યું.
આ મેરેથોનમાં જી.જે શેઠ કોલેજ તેમજ શ્રીમતી જે.એ પટેલ મહીલા કોલેજ અને ઓમ.વી.વી.આઈ.એમ કોલેજના યુવાઓ અને યુવતીઓ બહોળી સંખ્યામા ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોન બાદ HIV/AIDS અવેસનેશ શેસન તેમજ પ્રથમ, દ્વિતિય, તૃતીય સ્થાન મેળવેલ વીજેતાઓને સર્ટીફીકેટ અને શીલ્ડ વિતરણ કરવામા આવ્યા.
પ્રસ્તુત કાર્યક્ર્મમાં મોરબી જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો. ધનસુખ અજાણા, પ્રોફેસર. રાજેશ ઠાકોર, પ્રોફેસર. આર.કે.પવાર, રાજેશભાઈ જાદવ, પીયુષભાઈ જોષી, સુરેશભાઈ ચૌહાણ, પીંટુભાઈ રાણીપા, પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશભાઈ લાંગા હાજર રહયા હતા, આ કાર્યક્રમને સફ્ળ બનાવવા અનમોલ ટ્રસ્ટ તેમજ નવજીવન ટ્રસ્ટના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
