તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 12th October 2025
મહુવાઃ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
એલસીબીની ટીમે મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની પ૭૬ બોટલો મળી આવી, ૧.૧ર લાખનો મુદ્દામાલ કબ્જે, એક ફરાર

મહુવા: એલસીબીએ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી. જેને આધારે LCB પોલીસે આ દરોડા પાડ્યા હતા. જેમાં ભાદરોડના રેહણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી દારૂની નાની-મોટી 576 બોટલો મળી આવી હતી. આ દરોડામાં પોલીસે રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના દરોડા દરમિયાન એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
