તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 12th October 2025
25 ઓક્ટોબરે મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ અને વ્યક્તિ વિશેષનો સન્માન સમારોહ યોજાશે.
સન્માન સમારોહ તથા કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન સમારોહનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને તેમજ વર્ષ 2024-25માં સરકારી ક્ષેત્રમાં નવ નિયુક્ત થયેલ કર્મચારી/અધિકારી ઓને તેમજ ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મેળવનાર કર્મચારી / અધિકારીના સન્માન તેમજ અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરેલા હોય, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ નામના મેળવેલ હોય તેવા સમાજના વ્યક્તિ વિશેષનું બિલિવ ફાઉન્ડેશન, મોરબી દ્વારા તા. 25-10-2025ના રોજ, સાંજે 4 કલાકે, ભઠ્ઠા વાળી લાઈન, સો ઓરડી મેઇન રોડ, મોરબી ખાતે સન્માન સમારોહ તથા કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન સમારોહનું આયોજન ક૨વામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના sc/st કર્મચારી મંડળ તથા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ બિલિવ ફાઉન્ડેશનના તમામ સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 8320516051/ 7778896707/ 8128860202/ 8128975986 પર સંપર્ક ક૨વા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
