News of Wednesday, 1st October 2025
આટકોટના બળધોઇ ગામે વાડીમાં જુગાર રમતા ૧૧ પકડાયાઃ ૮ લાખનો મુદામાલ કબ્જે
મનસુખ ઉર્ફે સાગર કાછેલા જુગાર રમાડતો'તોઃ રૂરલ એલસીબીએ રેઇડ કરી ૧.૫૮ લાખ રોકડા અને વાહનો સહિતનો મુદામાલ કબ્જે કર્યો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૧: આટકોટના બળધોઇ ગામની સીમની વાડીમાં રૂરલ ક્રાઇમબ્રાંચે રેઇડ કરી જુગાર રમતા ૧૧ શખ્સોને ૮.૦૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરએ પ્રોહી તથા જુગારની પ્રવળતી નેસ્તનાબુદ કરવા સુચના કરતા એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.ઇન્સ.એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી. ભીમાણીના માણસો સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ હકિકત આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ બળધોઇ ગામની ઉગમણી સીમમાં આવેલ મનશુખ ઉર્ફે સાગર કાળુભાઇ કાછેલા રહે બળધોઇ ગામની સીમ તા.જસદણ વાળાની વાડીના મકાનમાં જુગાર રમતા અગિયાર (૧૧) જુગારીઓને રોકડા રૂ.૧,૫૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૦૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં વાડીમાલીક (૧) મનશુખ ઉર્ફે સાગર કાળુભાઇ કાછેલા રહે, બળધોઇ ગામની ઉગમણી સીમ, (૨) જીગ્નેશ પ્રવિણભાઇ ભોજક રહે.વિરનગર, (૩) મહેશ મનજીભાઈ ચાવડા રહે.ખરેડા તા.કોટડાસાંગાણી, (૪) કાળુ ગગજીભાઇ બાવળીયા રહે.જસદણ ગંગાભવન સોસાયટી, (૫) પ્રવિણ હરજીભાઈ મેવાસીયા રહે. પારેવાળા તા.જસદણ, (૬) ધર્મેશ માવજીભાઈ સાપરા રહે.ભાડુઇ તા. કોટડાસાંગાણી, ૭) રાયધનભાઇ ભીખાભાઇ મુંધવા ઉ.વ.-૪૦ રહે.વિરનગર તા.જસદણ, (૮) રમેશ હીરાભાઇ સાકળીયા રહે બળધોઇ ગામની સીમ, (૯) ચેતન પરબતભાઇ વાડોદરીયા રહે.ખરેડા , (૧૦) વિહા બુટાભાઇ ગમારા રહે.શિવરાજપુર તથા (૧૧) રમેશગીરી ઇસ્વરગીરી ગૌસ્વામી રહે.વિરનગર તા.જસદણનો સમાવેશ થાય છે.રૂરલ ક્રાઇમ બ્રાંચે રોકડા રૂ.૧,૫૮,૦૦૦, ગંજીપતાના પાના, મો.ફોન નંગ-૧૧ કી.રૂ.૫૦,૫૦૦/- તથા વાહનો નંગ-૩ કિ.રૂ. ૫,૯૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૦૩,૫૦૦/- કબ્જેખ કર્યો હતો.
આ કામગીરી ગ્રામ્ય એલ.સી.બીના એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, ધર્મેશભાઇ બાવળીયા, વાઘાભાઇ આલ , પ્રણયભાઈ સાવરીયા, પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા તથા દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
