<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ભુપેન્‍દ્રભાઇ પટેલ ગાંધી જયંતીએ આવતીકાલે પોરબંદર આવશે

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ કીર્તિમંદીરે ગાંધીજીને ભાવાંજલી અર્પણ કર્યા બાદ સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્‍થિત રહેશેઃ રાજયની જનતાને સંબોધન કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,૧ : આવતીકાલે મહાત્‍મા ગાંધીજીની ૧પ૬ મી જન્‍મ જયંતીએ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ગાંધી જન્‍મ સ્‍થળ કીર્તીમંદીરે સવારે આવીને ગાંધીજીને ભાવાંજલી અર્પણ કરશે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ કીર્તીમંદીરે સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્‍થિત રહેશે.

મહાત્‍મા ગાંધીજીની ૧૫૬મી જન્‍મજયંતિ નિમિતે કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

પોરબંદરના પનોતા પુત્ર અને વિશ્વની પ્રેરણામૂર્તિ સમા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧૫૬મી જન્‍મજયંતિ નિમિત્તે, ૨ ઓક્‍ટોબર  ગુરુવારના રોજ સવારે ૮.૦૦ થી ૯.૦૦ કલાકે કીર્તિમંદિર, ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ગાંધી જયંતીએ કીર્તીમંદીરે વિશેષ ઉપસ્‍થિત રહેશે. સર્વધર્મ પ્રાર્થનાસભા મારફતે ગાંધીજીના વ્‍યાપક વિચારો અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંતોને સમર્પિત ભાવાંજલિ આપવામાં આવશે.

ગાંધી જયંતીએ સર્વધર્મ પ્રાર્થના સભામાં ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા કલેકટરશ્રી તથા વહીવટતંત્રના અધિકારીઓ શહેરના પ્રતિષ્‍ઠીત નાગરીકો ગાંધી પ્રેમીઓ ઉપસ્‍થિત રહીને ગાંધીજીની વંદના કરશે.

સર્વધર્મ પ્રાર્થના સભામાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્‍ણવજન તો તેને રે કહીએ... તથા  અન્‍ય ભજનો ગુંજી ઉઠશે.

(11:41 AM IST)