News of Wednesday, 1st October 2025
સરા-ધ્રાંગધ્રા રોડ ઉપર કાર પલ્ટી જતા ૩ ના મોત
કારને મોટું નુકશાનઃ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા સુરેન્દ્રનગર તા. ૧ :. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે અને અકસ્માતો ની હારમાળાઓ સર્જાતી રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સરા ધાંગધ્રા રોડ ઉપર રોડ રસ્તા ને લઇ અને અકસ્માત સર્જાયોવાનું સામે આવ્યું છે ત્યારે લોકોના એવા પણ આક્ષેપો છે કે રોડ રસ્તા ના કારણે અકસ્માત સર્જાયો છે અને જેમાં ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી સરા ધાંગધ્રા રોડ ઉપર તરૂશશ્દ્દ કારમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ સ્વીકાર પલટી ખાઈ જતા જેમાં ઘટના સ્થળ ઉપર જ બે મહિલાઓ અને એક પુરુષનું મોત નીપજવા પામ્યું છે ત્યારે આ અંગેની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને ભારે ઘટના સ્થળ ઉપર શોકનો માવલ જોવા મળ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ધાંગધ્રા અને સુરેન્દ્રનગર પોલીસ તેમજ મૂડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ સ્વીફટ કાર પલટી ખાઈ જતા જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે સ્વીફટ કારને પણ મોટું નુકસાન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં ત્રણેય મળતદેહોને ધાંગધ્રા ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મળતકોમાં બબુબેન છનાભાઈ જેજરીયા ઉંમર વર્ષ ૫૦ ભાનુબેન રમેશભાઈ જેજરીયા ઉંમર વર્ષ ૩૫ ચોપાઈ બીજલભાઇ જેજરીયા ઉંમર વર્ષ ચાર હાલમાં આ અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આ કોળી સમાજના પરિવાર હોવાના કારણે તેમની જ્ઞાતિના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સગાશ નહી હો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે ઘટના સ્થળ ઉપર આ ઘટનાને જોતા ભારે શોક નો માહોલ છવાઈ જવા પામ્યો હતો અને આજુબાજુના રહેવાસીઓ ઘટના સ્થળ ઉપર આવી અને તાત્કાલિક અસરે જે સ્વીફટ કાર પલટી ખાઈ ગઈ હતી તેમાંથી મળતદેહોને બહાર કાઢવાની ફરજ પડી હતી ત્યારે હાલમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટયા છે અને તમામ મળતદેહોને ધાંગધ્રા પીએમ માટે ખસેડવામાં આવ્યા આવવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
