તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
કુતિયાણા, બાંટવા, માણાવદર પંથકમાં ઉદ્યોગો સ્થાપવા ડો. માંડવીયા સમક્ષ રજૂઆત
કુતિયાણાના ઈશ્વરીય ગામે વિશાળ સંમેલનમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાને બાંટવા, માણાવદર, વંથલી, કુતિયાણાના આગેવાનોની રેલ્વે બાદ આ વિસ્તારને નાનામોટા ઉદ્યોગ આપવાની રજૂઆતઃ પ્રાથમિક ધોરણે વાત સ્વીકારતા કેન્દ્રીય મંત્રીએ દિવાળી પહેલા રૂબરૂ મળવાની ખાત્રી આપી

(વિનુ જોશી દ્વારા ) જુનાગઢ તા. ર૭ : કુતિયાણાના ઈશ્વરીયમાં પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા કુતીયાણાના વિસ્તારના આગેવાનો સાથે આ વિસ્તારના પ્રશ્નોને સાંભળી વાચા આપવાનો કાર્યક્રમ ઉજવવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં કુતિયાણા, બાંટવા, માણાવદર પંથકમાં એક પણ ઉદ્યોગ ન હોઈ જેના કારણે છેલા ચાર દાયકાથી દિન પ્રતિ દિન ભાંગી પડયો છે. જે ઉદ્યોગ હતા તેનો સ્થળાતર થઇ જવા પામેલ છે માત્ર ખેતી આધારીતના કારણે ગામડાઓ અને શહેરો માંથી લોકોની હિજરત અન્ય મોટા શહેરોમાં વઈ જતા આ વિસ્તાર ભાગી ચુકયો છે. આ અંગે વોઈસ ઓફ સૌરાષ્ટના કન્વીનર રાકેશ લખલાણી બાંટવા નગર પતિ સુનીલ જેઠવાણી પૂર્વ નગર સેવક રાજકુમાર વાધવાણી માણાવદર વિશ્વ હિંદુ પરિસદના નેતા સુરેશભાઈ (કાળુભાઈ) કુતિયાણા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુરજભાઈ કડછા સહિતના આગેવાનોએ ફરી આ વિસ્તાર ધમધમ તો કરવાની રજૂઆત કરી હતી.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ વાત સ્વીકારતા જણાવેલ કે ઉદ્યોગ માટે ટ્રેન સૌપ્રથમ જરૂરી છે. જેને મંજુરીની મોહર મારી દેવામાં આવેલ છે. તે આગામી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે તેવી આશા છે. ઉદ્યોગ માટે જમીન અને પાણી હોવું જરૂરી છે બહુ મોટા ઉદ્યોગો માટે બારમાસી બંદર અગત્યનું પાસું હશે. આ વિસ્તારમાં અન્ય ઉદ્યોગ કાય કયાં થી શકે તે માટે આગેવાનો પાસે સૂચનો માંગેલ છે જે આગામી દિવાળી પહેલા આપણે ફરી માંલીસું ત્યારે સૂચનો આપવા અને તેનો અભ્યાસ કરવા પર ભાર મુકેલ છે.
જમીન પાણી અંગે પૂર્વ નગર પતિ રાજુભાઈ વાઢવાણીએ જણાવેલ છે કે બાંટવા પાસે ૨૦૦૦ એકર ઉપરાંતની જમીન છે અન્ય જમીન ઉદ્યોગો માટે પણ મળી શકે તેમ છે પાણી માટે પણ વિશાલ ખરાડેમ બટવા પાસે છે, ઉદ્યોગ માટે જમીન આપવા નગર પતિ સુનીલભાઈએ સહમતી દર્શાવેલ હતી, વોઈસ ઓફ સૌરાષ્ટ્રના કન્વીનર રાકેશભાઈ લખલાણીએ રજૂઆત કરેલ હતી કે રાજાશાહી સમયથી માન્ચેસ્ટર જનતા માણાવદર પંથકમાં ૨૫૦ થી વધુ ઓઈલ મિલ ૧૫૦ જેટલી જીન મિલ - પ્રેસ ધમધમતા હતા સાથે દીપક, પ્રભાત, સહીતના ત્રણ સોલ્વેંટ પ્લાન હતા, જયારે ફોનની સુવિધા ન હતી, ત્યારે માણાવાદરથી રાજકોટ સીધી હોટલલાઈન ઉપ્લબ્ધ હતી પરંતુ તા.૨૨-૦૬-૧૯૮૩ પુર હોનારતમાં શાપુર સરાડીયા ટ્રેકના ધોવાણના કારણે ટ્રેન ગુડ્સ ટ્રેનનો દેશાવર શાથેનો વ્યવહાર બંધ થઇ જવા પામેલ છે. સમયાંતરે મોટાભાગની મિલો જીનીંગ મિલો બંધ થતા સાડા ચાર દાયકાથી આ વિસ્તાર ઉદ્યોગ ક્ષેત્રે ભાંગી પડેલ છે.
આ વિસ્તારમાં ઉત્પન થતા કપાસનો તાર ખુબજ લાંબો અને મજબુત હોવાના કારણે દેશાવરમાં મોટી માંગ રહેતી હતી ટ્રેનની સુવિધા બંધ થઈ જતા ઉદ્યોગ ક્ષેત્રે આ વિસ્તાર પડી ભાંગેલ છે ફરી આ ટ્રેન શરુ થવાની આશા ઉભી થતા આ વિસ્તારમાં નવા ઉદ્યોગો આવે તેવી આશા વંથલી, માણાવદર, બાંટવા, કુતિયાણા વિસ્તારોમાં આગેવાનોમાં આશા જાગી છે. આ તકે પોરબંદરના ધારા સભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા વિગેરી ઉપસ્થિત રહેલ છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
