તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
ધ્રાંગધ્રામાં સગીરાને ઉઠાવી જવા પ્રયાસઃ થાન-રતનપરમાં સગીરાને ભગાડી
ઇરફાન અને સલમાન રહેમાનભાઇ સામતાણી, એક અજાણ્યો શખ્સ અને સુરેશ ધીરૂભાઇ સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૬: ઝાલાવાડમાં સગીરાઓ સાથે અણબનાવની ૩ ઘટના બની છે.
ધ્રાંગધ્રામાં રહેતા શ્રમિક પરિવારને ૩ દિકરા અને ૩ દિકરી છે. જેમાં એક દિકરી ૧૬ વર્ષ અને ૫ માસની છે. તા. ૨૩-૯ના રોજ રાત્રે ૨ કલાકે કુટુંબી દિયરે ઘરે આવી વાત કરી કે, ઈરફાન ફીરોઝભાઈની રિક્ષામાં હળવદ રોડ પર રહેતા સલમાન રહેમાનભાઈ સામતાણી સાથે મેં આપણી દીકરીને જેગડવા ચોકડી પાસે જોઈ હતી. આથી પરીવારજનોએ તપાસ કરતા દિકરી ઘરે હતી નહી. જેમાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. જેમાં હળવદ રોડ પર પસાર થતી રિક્ષામાં ત્રણેય મળી આવતા પરીવારજનોએ રોકતા ઈરફાન અને સલમાન ફરાર થઈ ગયા હતા. જયારે ઘરે આવી દિકરીની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, તે અને સલમાન છેલ્લા ૫-૬ માસથી ફોનમાં વાતો કરતા હતા. તા. ૨૩-૯ના રોજ રાત્રે એકાદ કલાકે વાત દરમીયાન સલમાને ભાગી જવાનું કહ્યુ હતુ. અને તે ઈરફાનની રિક્ષા લઈને ઘર પાસે આવતા તેઓ નીકળ્યા હતા. જેમાં જેગડવા ચોકડી પાસે કુટુંબીજનો જોઈ જતા પરત ધ્રાંગધ્રા આવ્યા હતા. અને હળવદ ચોકડી પાસેથી પકડાયા હતા. આ બનાવમાં સગીરાની માતાએ ઈરફાન અને સલમાન સામે પોકસો અંતર્ગત ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.યુ.મસી ચલાવી રહ્યા છે.
થાનમાં રહેતા શ્રામીક પરિવાર મજુરી કામ કરે છે. તા. ૧૮-૯ના રોજ સવારે માતા કામે જતી હોઈ ૧૬ વર્ષીય દિકરીને સાથે આવવા કહ્યુ હતુ. આથી માતા કામે ગયા હતા. જેમાં લાંબા સમય સુધી દિકરી ન આવતા ઘરે જઈને તપાસ કરતા ઘરે તાળુ માર્યુ હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં દિકરી ન મળી આવતા અંતે પિતાએ થાન પોલીસ મથકે સગીર દિકરીને અજાણ્યો શખ્સ ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ વી.કે. ખાંટ ચલાવી રહ્યા છે.
રતનપરમાં રહેતા શ્રમીક પરિવારની સગીર દિકરી તા. ૧૫-૯ના રોજ સવારે ઘરે ન મળી આવતા પરિવારજનો તપાસ કરતા હતા. જેમા તેને સુરેન્દ્રનગરની ફીરદોષ સોસાયટીમાં રહેતો સુરેશ ધીરૂભાઈ ભગાડી ગયાની જાણ થઈ હતી. આથી સગીરાના પરિવારજનોએ ત્યાં તપાસ કરતા તે પણ મળી આવ્યો ન હતો. આ બનાવમાં ૧૬ વર્ષીય સગીરાના મોટાભાઈએ જોરાવરનગર પોલીસ મથકે સુરેશ ધીરૂભાઈ સામે પોકસોની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ પી.બી. લક્કડ ચલાવી રહ્યા છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
