<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

યાત્રાધામ વીરપુરમાં એક સાથે ચાર જેટલા વીજપોલ ધરાસાયી

 

વીરપુર, તા. ર૬: પ્રાપ્ત વિગતો મુજબ યાત્રાધામ વીરપુરના રેલવે સ્‍ટેશન રોડ જે રોડ નવો સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે તાજેતરમાં જ ધારાસભ્‍ય ધ્‍વારા આ રોડ ડામર માંથી નવો સીસી રોડ બનાવવામાં માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું બાદ આ રોડ બનવવા માટેની કામગીરી શરૂ કરાય અને રોડને ખોદકામ કરવામાં આવ્‍યો રહ્યો છે જ્‍યારે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા આ રોડમાં ભૂગર્ભ ગટર બનાવવામાં માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્‍યારે રોડની સાઈડ માં એક જ હારમાં અશોક ચોકથી રેલવે લાઈન સુધી વીજ પોલ ઉભા છે જેમાં આજે રોડ ગટરની ખોદકામની કામગીરી દરમિયાન એક સાથે ચાર ચાલુ વીજ લાઈન ના વિજપોલ ધરાસાઈ થયા હતા,એક સાથે ચાર ચાલુ વીજ પ્રવાહના વિજપોલ ધરસાય થતા લોકોમાં અફરાતફરી મચી હતી અને વીજપોલ ધરસાય થતા જ ચાલુ વીજ પ્રવાહના વિજતાર પણ તૂટીને જમીન પર પડ્‍યા હતા જેમને લઈને લોકોની ભાગદોડી થઈ હતી જોકે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સવાલ એ થાય છે કે આ વિજપોલો કે વીજ તાર કોઈ માણસ ઉપર પડ્‍યા હોત તો મોટી દુર્ઘટના સર્જાત !? એવી જાગળત લોકોમાં ચર્ચાઓ જાગી હતી.

વીરપુર પંથકમાં ચાલુ વીજ તાર પડવાના બનાવો પણ અનેક બન્‍યા છે ત્‍યારે આજે ફરી એકવાર એકસાથે ચાર વીજ પોલ ધરાસાઈ થવાના બનાવ બન્‍યો છે, જેતે સમયે વીજ પોલો ઉભા કરવાના હોય ત્‍યારે જે કોન્‍ટ્રાક્‍ટ રાખેલ હોય તેમણે વિજપોલની નીચેની સાઈડ સિમેન્‍ટ કોકરેન્‍ટથી ફાઉન્‍ડેશન ભરવાના હોય છે,જે ફાઉન્‍ડેશન કેટલા ભરેલા છે તે ચકાસણીની જવાબદારી તંત્રની હોય છે લોકોમાં રોષ ફેલાયો છે કારણ કે રેલવે સ્‍ટેશન રોડ પર જે ચાર વીજ પોલો ધરસાય થયા તેમાં એક પણ વિજપોલમાં નીચેની બાજુએ ફાઉન્‍ડેશન ભરેલ ન હોવાથી ધરાસાઈ થયા હોવાનું જાગળત લોકો આક્ષેપો કરી રહ્યા છે.(તસવીરઃ કીશનસિંહ મોરબીયા-વીરપુર)

(11:21 AM IST)