તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
લખતરમાં CC રોડના કામ દરમિયાન વાસ્મોની પાઇપલાઇન તૂટી: હજારો લિટર પાણીનો વેડફાટ
સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે લીકેજ પાઇપલાઇન રિપેર કરવાની માંગ કરી

લખતર શહેરમાં હાઇવેથી મામલતદાર કચેરી સુધી ચાલી રહેલા સીસી (CC) રોડના નવીનીકરણના કામ દરમિયાન વાસમો દ્વારા નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. રોડ ખોદવા માટે જ્યારે JCB મશીન કામ કરી રહ્યું હતું, ત્યારે પાઇપલાઇન પૂરતી ઊંડાઈએ ન હોવાને કારણે JCBની સૂંઢ વાગતા લાઇન તૂટી ગઈ હતી. જેને કારણે હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. ગુણવત્તા અને ઓછી ઊંડાઈને લીધે વાસ્મોની પાઇપલાઇન શહેરમાં વારંવાર તૂટવા અને લીકેજ થવાના બનાવો સામે આવી રહ્યા છે. એક તરફ ભૂગર્ભ ગટરની સમસ્યા અને હવે પાણીની પાઇપલાઇનની નબળી કામગીરીને કારણે લખતરવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે લીકેજ પાઇપલાઇન રિપેર કરવાની માંગ કરી છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
