<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

પોરબંદરની જનતાને નવરાત્રિના પર્વમાં મોટી ભેટ: મિલકત વેરામાં 83 ટકા જેટલી રાહત

મંદિર, મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થળોને સંપૂર્ણ વેરામુક્તિ: બિનરહેણાક મિલકતોને પણ ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરામાંથી મુક્તિ અપાઈ

પોરબંદર નગરપાલિકા દ્વારા વેરામાં કરાયેલા વધારાના વિરોધ બાદ હવે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી, જેનાથી પોરબંદરની જનતાને નવરાત્રિના પર્વમાં મોટી ભેટ મળી છે. જાહેરાત મુજબ, મિલકત વેરામાં 83 ટકા જેટલી રાહત આપવામાં આવી છે.

  આ ઉપરાંત, મંદિર, મસ્જિદ અને અન્ય ધાર્મિક સ્થળોને સંપૂર્ણ વેરામુક્તિ આપવામાં આવશે. બિનરહેણાક મિલકતોને પણ ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા 2007 પછી કોઈ વેરાવધારો કરવામાં આવ્યો નહોતો. વધુમાં, જે નાગરિકો આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરશે તેમને 10 ટકાનું રિબેટ (વળતર) પણ આપવામાં આવશે.

(11:42 PM IST)