તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ૨,૩૩૨ ક્વિન્ટલ કપાસની આવક
ભાવ ૩૧૧ રૃપિયાથી લઈને ૩૫૪ સુધી પ્રતિમણે રહ્યાઃએક મણના મહત્તમ ભાવ ૧,૫૧૦ રૃપિયા હતા તેમજ મગફળીના સારા ભાવ નોંધાયા હતાં

અમરેલી,તા.૨૫
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની વિવિધ જણસી લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા, જ્યાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે.
હાલ જોઈએ તો મગફળીની પણ આવક નોંધાઈ રહી છે, જેમાં આજે મગફળી મઠડીના ભાવ ૬૨૮ રૃપિયાથી લઈને ૯૭૦ રૃપિયા સુધી રહ્યા હતા. જ્યારે ૫૦ ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી. મગફળી ગિરનારના ભાવ ૮૧૦ રૃપિયા સુધી રહ્યા હતા, તેની ત્રણ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મગફળી મોટીના ભાવ ૬૦૧ રૃપિયાથી લઈને ૧,૦૦૧ રૃપિયા સુધી રહ્યા હતા. ૩૭૩ ક્વિન્ટલ મગફળી મોટીની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદની ૧,૭૯૧ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ ૧,૩૩૦ રૃપિયાથી લઈને ૨,૨૫૦ સુધી પ્રતિમણે રહ્યા હતા. તલ કાળાના ભાવ ૨,૫૦૦ રૃપિયાથી લઈને ૪,૩૭૫ રૃપિયા સુધી રહ્યા હતા. ૧૩૭ ક્વિન્ટલ તલ કાળાની આવક નોંધાઈ હતી. તલ કાશ્મીરીની પણ ૧૪ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, તેના ભાવ ૨,૧૦૦ થી લઈને ૨,૪૨૦ રૃપિયા સુધી રહ્યા હતા. આજે બાજરીની ૨૬ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, તેના ભાવ ૩૧૧ રૃપિયાથી લઈને ૩૫૪ સુધી પ્રતિમણે રહ્યા હતા.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની પણ આવક નોંધાઈ હતી, જેમાં ઘઉં ટુકડાના ભાવ ૪૭૫ રૃપિયાથી લઈને ૫૫૭ રૃપિયા સુધી રહ્યા હતા. ૨૯૩ ક્વિન્ટલ ઘઉં ટુકડાની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનના ભાવ ૪૫૦ રૃપિયાથી લઈને ૫૭૬ રૃપિયા સુધી રહ્યા હતા. ૧૫૬ ક્વિન્ટલ ઘઉં લોકવનની આજે આવક નોંધાઈ હતી. આજે ચણાના ભાવ ૭૧૦ રૃપિયાથી લઈને ૧,૧૨૪ રૃપિયા સુધી રહ્યા હતા. સફેદ ચણાના ભાવ ૧,૦૨૫ થી લઈને ૧,૦૭૦ રૃપિયા સુધી રહ્યા હતા.
આજે કપાસના ભાવ ૮૪૦ થી ૧,૫૧૦ રૃપિયા સુધી રહ્યા હતા. ૨,૩૩૨ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. ૩૪ ક્વિન્ટલ જીરુંની આવક નોંધાઈ હતી, તેના ભાવ ૨,૭૦૦ થી લઈને ૩,૫૫૦ રૃપિયા સુધી રહ્યા હતા. એરંડાના આજે ૧,૧૦૦ રૃપિયાથી લઈને ૧,૨૨૦ રૃપિયા સુધી પ્રતિમણે ભાવ રહ્યા હતા. ચાર ક્વિન્ટલ એરંડાની આવક નોંધાઈ હતી.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
