તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ભાદર-ર ડેમ ૯૦ ટકા ભરાયોઃ ૧૯ ગામો માટે હાઇએલર્ટઃ સલામત સ્થળે ખસી જવા સૂચના

રાજકોટ તા. ૨૫: ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આથી ધોરાજી તાલુકાના ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખાલા, સમઢિયાળા, ગાણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલાખા, તલગણા, ઉપલેટા વગેરે ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે આ ગામો માટે હાઈએલર્ટ સાથે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે કે, આ યોજના પૂર્ણ ભરાતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. આ ડેમની પૂર્ણ જળ સપાટી ૫૩.૧૦ મીટર છે અને ડેમ હાલ ૫૨.૫૨.૬૫ મીટર ભરાયેલો છે. હાલ ડેમમાં જળની આવક ૧૬૬૪ તથા જાવક ૧૩૨૯ કયુસેક છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
