તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
૨૭મીથી ગુજરાત-સોરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશેઃ દરીયાઇ પટ્ટીમાં ભારે પવન ફુંકાશે
સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામના હવામાન નિષ્ણાંત વજુભાઇ બારૈયાની આગાહી

રાજકોટ તા.૨૫: ૨૭ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ્સ સક્રીય થશે. આવતી તા.૨૭ થી દક્ષિણ ગુજરાત થી પ્રવેશ કરશે. વિગત અનુસાર ૨૭ સપ્ટેમ્બરથી વલસાડ, નવસારી, સુરત, વાપી, બારડોલી વ્યારા સહિતનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ની શકયતા છે. ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભુમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વડોદરા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. બાકીના વિવિધ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે અમુક સ્થળે હળવો તો અમુક સ્થળે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રનાં દરીયાઇ પટ્ટીમાં ભારે પવન ફુંકાઈ શકે છે ૪૦ થી ૫૦ કીલોમીટર ની પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.મધ્ય ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છમાં છુટાછવાયા સ્થળે હળવો કયાંક કયાંક તો અમુક સ્થળે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામના હવામાન નિષ્ણાંત વજુભાઇ બારૈયાએ જણાવ્યુ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
