<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ધોરાજીમાં શ્રી નવદુર્ગા ગરબી મંડળનો ૧રપ વર્ષથી જલતો ગરબો પ્રખ્‍યાત

અર્વાચીન રાસોત્‍સવના માહોલમાં પણ સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિની પરંપરા આજેય યથાવત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા. રપ :..  ધોરાજીના વોકળા કાઠા ચોક ખાતે આવેલ અતિ પ્રાચીન અંદાજે ૧૨૫ વર્ષ જૂની નવદુર્ગા ગરબી મંડળ આ ગરબી મંડળના પ્રદીપભાઈ પંડ્‍યા એ જણાવેલ કે અમારી આ પ્રાચીન ગરબી અંદાજે ૧૨૫ વર્ષ જૂની છે અને અમારી આ નવદુર્ગા ગરબી મંડળમાં માત્ર બાળાઓને જે રમવા દેવામાં આવે છે અને નવે નવ દિવસ સુધી માત્રને માત્ર માતાજીની આરાધના અને ગરબી જે સાંસ્‍કળતિક પરંપરા મુજબ બનાવવામાં આવે છે તેમાં અખંડ ગરબો રહે છે અને માતાજીની આરાધના નિયમ પ્રમાણે થાય છે ત્‍યારે અમારી આ ગરબી મંડળની બાળાઓ સળગતી ઈંઢોણીમાં જલતો ગરબો લે છે અને માતાજીની આરાધના કરે છે.

એટલું જ નહીં આ ગરબીની પરંપરા એ છે કે નવરાત્રિના નવ દિવસ અલગ અલગ માતાજીના અભિનય સાથે રાસ ગરબા યોજાય છે તેમજ હાલમાં ડિસ્‍કો ડાંડિયાના ક્રેઝમાં પણ સનાતન ધર્મની હિન્‍દુ સંસ્‍કળતિ ધરાવતી નવદુર્ગા ગરબી મંડળ ગણવામાં આવી રહ્યું છે.

હાલમાં અમારી ગરબી મંડળમાં સેવા બજાવતા કાર્યકર્તાઓ પ્રદિપભાઈ પંડ્‍યા. કલ્‍પેશ મોણપરા.

 પ્રશાંત મોણપરા. વિમલ વગડિયા.  ધ્રુતિક મોનપરા .

 નયન બસીયા .દિવ્‍યેશ મોણપરા. જયદીપ બોઘરા.

 સાગર ભંડેરી.મહેશ સોમકીયા. વગેરે યુવાનો તેમજ અમારી ગરબી મંડળની સંગીત સાથે ગરબા લેતી બાળાઓ મહિલાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:12 AM IST)