તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બ્યુટીફીકેશનની કામગીરી કરાઈ
લોકોએ સ્વેચ્છાએ ૨ કલાક સુધી આ કામગીરી કરી અને સ્વ્ચ્છોત્સવ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો હતો.

જામનગર :જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જામજોધપુર નગરપાલિકા વિસ્તારની આજુબાજુના પુલોમાં બ્યુટીફીકેશનની કામગીરી અંતર્ગત રંગરોગાનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં લોકોએ સ્વેચ્છાએ ૨ કલાક સુધી આ કામગીરી કરી હતી. અને સ્વ્ચ્છોત્સવ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો હતો.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
