તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા કાલાવડ તાલુકામાં બ્યુટીફીકેશનની કામગીરી કરાઈ
મોટી નાગાજર ગામે ૧૦ કિમી સુધીના રોડ પર રંગરોગાનની કામગીરી, વૃક્ષો પર ગેરુ અને કલર લગાવવાની કામગીરી તથા સ્ટોન પર રંગકામ કરવાની કામગીરી કરવામાં આવી

જામનગર: મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત રાજ્યમાં આ અભિયાન તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલશે.
આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે ૧૦ કિમી સુધીના રોડ પર રંગરોગાનની કામગીરી, વૃક્ષો પર ગેરુ અને કલર લગાવવાની કામગીરી તથા સ્ટોન પર રંગકામ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
