તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
સુરેન્દ્રનગર જિલ્લાના બેલીગાડા ગામની સીમમાં દીપડો દેખાતા આસપાસના સાતથી વધુ ગામોમાં ભારે દહેશત
સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક ધોરણે દીપડાઓને પાંજરે પૂરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માંગણી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના બેલીગાડા ગામની સીમમાં દીપડો જોવા મળતા આસપાસના સાતથી વધુ ગામોમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે. તરકિયા, નારીયેળી અને જાનીવડલા જેવા ગામોના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ વિસ્તારમાં 10થી વધુ દીપડાઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા વધી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક ધોરણે દીપડાઓને પાંજરે પૂરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માંગણી કરી છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
