<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

જૂનાગઢના અંબાજી મંદિરના મહંત પદ માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી : મામલતદાર કચેરીએ ભર્યા ફોર્મ

તમામ ફોર્મનું વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તેનો અંતિમ રિપોર્ટ કલેક્ટર સમક્ષ રજૂ કરાશે :

જૂનાગઢમાં આવેલા પ્રાચીન અંબાજી અને ભીડભંજન મંદિરના મહંત પદ માટે દાવેદારીની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પદ માટે કુલ 18 વ્યક્તિઓએ મામલતદાર કચેરીમાં ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે. દાવેદારી નોંધાવનારાઓમાં સાધુ અને સાધ્વી બંનેનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, અંબાજી મંદિરની ગાદી માટે મહેશગિરીએ પણ દાવેદારી કરી છે. વહીવટી પ્રક્રિયા મુજબ, તમામ ફોર્મનું વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તેનો અંતિમ રિપોર્ટ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ, આગામી સમયમાં આ પદ પર મહંતની નિમણૂક અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

 


 

(8:45 PM IST)