<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

દ્વારકા નજીક માનતા પૂરી કરવા જતા પરિવારજનોને અજાણ્‍યા કાર ચાલકે હડફેટે લીધા

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા  તા.ર૪, દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે રહેતા રાજેશભા ડુંગરભા માણેક નામના ૨૧ વર્ષના યુવાન તેમના પરિવારજનો સાથે માનતા પૂરી કરવા માટે દ્વારકા ચાલીને જઈ રહ્યા હતા, ત્‍યારે દ્વારકાથી આશરે ૬ કિલોમીટર દૂર વરવાળા ગામ નજીક આવેલી સાગર સમ્રાટ કંપની પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્‍યા મોટરકારના ચાલકે રાજેશભા તેમજ અન્‍ય પરિવારજનોને પાછળથી ઠોકર મારતા તેમને ફ્રેક્‍ચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

અકસ્‍માત સર્જીને આરોપી કારચાલક નાસી છૂટયો હોવાનું જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે રાજેશભા માણેકની ફરિયાદ પરથી અજાણ્‍યા કારચાલક સામે ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.

મહિલાનું અપમળત્‍યુ

દ્વારકાના વરવાળા ગામે રહેતા કાજલબેન રામાભાઈ વાઘેલા નામના ૨૪ વર્ષના પરિણીત મહિલા દ્વારકામાં એક હોટલ સામે ચાલી રહેલા એક બાંધકામ દરમિયાન કોંક્રિટના સ્‍લેબ તથા કોલમ ભરવાની ચાલી રહેલી કામગીરી માટે કોંક્રિટ બનાવવા માટે ગોળામાં સિમેન્‍ટ તથા રેતી નાખવાનું કામ ચાલુ હતું, ત્‍યારે અહીં પાણી નાખવાનું કામ કરી રહેલા કાજલબેન ઉપર કોંક્રિટ ભરેલી લિફ્‌ટ પાંચમા માળે જતા અકસ્‍માતે અચાનક તૂટીને તેમના પર પડી હતી. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગેની જાણ મળતકના પતિ રામાભાઈ બુધાભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.

 

ટૂંપણીના યુવાનનો આપઘાત 

દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે રહેતા મેસુરભાઈ રામદેભાઈ પોપણીયા નામના ૨૯ વર્ષના આહીર યુવાને સોમવારે રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્‍ય કારણોસર પોતાના રૂમનો દરવાજો બંધ કરી અને લોખંડના પાઇપ પર દોરડું બાંધીને આપઘાત કરી લેતા તેમનો નિષ્‍પ્રાણ દેહ સાંપડ્‍યો હતો. આ બનાવ અંગેની જાણ મળતકના નાનાભાઈ મેરગભાઈ રામદેભાઈ પોપણીયાએ દ્વારકા પોલીસને કરી છે

(1:26 PM IST)